ટેસ્ટ : સામાન્ય માનસિક ક્ષમતા ટેસ્ટ – 01

1. 
કિંમત શોધો : (6561)0.16 x (6561)0.09 = ?
2. 
કિંમત શોધો : ¼ {1800 ÷ (11 × 24 – 8 × 3) } + 1/8
3. 
એક સાંકિતિક ભાષામાં “CHENNAI” નો સંકેત “EJGPPCK” હોય તો “KOLKATA” ને કઈ રીતે લખાશે?
4. 
નીચેની શ્રેણીમાં (?) ની જગ્યાએ કઈ સંખ્યા આવશે?
2, 5, 4, 18, 6, 39, 10, ?
5. 
A, B અને C ની હાલની ઉમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહલા તેમની ઉમરનો ગણોત્તર 1:2:3 હતો. તો C ની હાલની ઉમર કેટલી હશે?
6. 
લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ________ છે.
7. 
જો ત્રિકોણની દરેક બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં _______ ટકા વધારો થશે.
8. 
એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી / કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી / કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે?
9. 
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે?
10. 
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
11. 
એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે?
12. 
જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p ≠ q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે?
13. 
225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યામાં ઓછામાં ઓછાં કેટલા અંકો હશે?
14. 
નીચે આપેલી આકૃતિમાં AB || CD || EF, PQ || RS, ∠RQD = 25° અને ∠CQP = 60°, તો ∠QRS નું મૂલ્ય કેટલું થશે?
15. 
X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે?
16. 
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે?
17. 
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો :
વિધાન :
સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે.
તારણો :
I. રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે.
II. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે.
18. 
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો :
વિધાન :
તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે.
તારણો :
I. અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી.
II. વિદેશોમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે.
19. 
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો :
વિધાન :
ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.
તારણો :
I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.
II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.
20. 
80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે?
21. 
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે?
22. 
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે?
23. 
જો 'Q' એટલે '×' ; R એટલે '-' ; T એટલે '÷' અને W એટલે '+' ; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે?
24. 
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે?
25. 
એક છોકરી 6 સપ્ટેમ્બર, 1970ના દિવસે રવિવારે જન્મી હતી. તો તેનો જન્મ દિવસ ફરીથી રવિવારે કયા વર્ષમાં આવશે?