ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 03

1. 
સિક્કિમ રાજ્ય _______ થી ઘેરાયેલું છે.

2. 
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.
ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી.
iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.
iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.

3. 
જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોને સમય દરમ્યાન થયું?

4. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

5. 
ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે?

i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર.
ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.
iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.
iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

6. 
નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો?

i. ખેડા
ii. નાગપુર ઝંડા સત્યાગ્રહ
iii. બારડોલી
iv. ધરાસણા

7. 
નીચેના પૈકી કયા જૈન ધર્મના "ત્રિરત્નો" છે?

8. 
મહારાજા રણજીતસિંહની રાજધાની ___ હતી.

9. 
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

10. 
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો?

11. 
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું?

12. 
નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો?

13. 
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે?

14. 
આજવા ખાતે પાણી-પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી?

15. 
ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી.

16. 
કચ્છી સુંદરજી શિવજીને "હકૂમતે હૈદરી" કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી?

17. 
મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુનાજળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે?

18. 
વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.

a. અટીસોમટીસો
b. આંટીફાંટી
c. પોસાપોસ
d. લટ્ટુ જાળ
i. ભમરડા રમત
ii. લખોટી રમત
iii. સંતાકૂકડી રમત
iv. સાતતાળી રમત

19. 
"સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ" - આ કોનો ધર્મ હતો?

20. 
જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે?

21. 
ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે?

22. 
સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે?

23. 
"સંગીતની ગંગોત્રી" રૂપે કયો વેદ ઓળખાય છે?

24. 
ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો.

25. 
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી.
2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા.
3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.

26. 
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

27. 
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે? 2011 આપેલ પૈકી કોઈ નહી 2001 1971

28. 
ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા.
2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા.
3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા.

29. 
ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે.
2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ.
3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે.

30. 
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

હોદ્દો - યોગ્યતાના માપદંડ
1. મુખ્યમંત્રી - 25 કે તેથી વધુ વર્ષની વય
2. રાજ્યપાલ - 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ.
3. સરપંચ - 25 વર્ષથી નીચેની વયના હોવા જોઈએ નહિ.
4. ભારતના ઉપરાષ્ટ્રપતિ - 35 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ.

31. 
73 મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા ___ નું બનેલું મંડળ છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી

32. 
યુરોપીય યુનિયનનો પાયો ___ પર હસ્તાક્ષરથી શરૂ થયો.

33. 
રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ___ ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે.

34. 
બાળ મૃત્યુનો ઘટાડો ___ વડે વસ્તીવધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે.

35. 
અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે.

36. 
નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે?

37. 
નીચેના પૈકી કયું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી?

38. 
ભારત સરકારે ગરીબી રેખાની માપણી ___ ના રૂપમાં કરવાનો નિર્ણય કર્યો છે.

39. 
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે?

40. 
અરવલ્લી પર્વતો વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

41. 
એક સમદ્વિબાજુ ત્રિકોણની એકબાજુનું માપ 5 સે.મી. હોય અને તેના પાયાનું માપ 8 સે.મી. છે. જ્યારે એક વર્તુળની ત્રિજ્યા √7 સે.મી. છે. તો આ વર્તુળ અને સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? (π = 22/7)

42. 
નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે?

Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial

43. 
એક ગોળાનું ઘનફળ 904.32 ઘન સે.મી. હોય તો તેનો વ્યાસ કેટલો હશે? (π = 3.14 લો)

44. 
એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે? (π = 22/7)

45. 
એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે?

46. 
P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે?

47. 
હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે?

48. 
K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે?

49. 
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે?

50. 
નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે?

51. 
નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે?

23, 76, 3, 76, 87, 45, 121, 8, 54, 99, 11, 39, 65, 77, 1, 160

52. 
28 માર્ચ, 1656 ના દિવસે કયો વાર હશે?

53. 
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે?

54. 
એક વર્ગખંડમાં કુલ 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ 54 છે. પરંતુ એક વિદ્યાર્થીના ગુણ ભૂલથી 78 ને બદલે 87 લખાયા હતા. આથી ભૂલ સુધાર્યા બાદ સાચી સરેરાશ કેટલી થશે?

55. 
17 ફૂલદાની રૂ. 720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે?

56. 
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે?

57. 
V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે?

58. 
એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે?

59. 
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે?

60. 
ચાર અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

61. 
વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ _________ ની ઉપર હોવો જોઈએ.

62. 
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે _________

63. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?

1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

64. 
પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે?

65. 
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

1. પૃથ્વી-1 - ટૂંકી પહોંચ મર્યાદાની (short range) બેલેસ્ટીક મીસાઈલ.
2. K-5 - સ્ફોટક અગ્રનું (warheads) વહન કરી શકતા નથી.
3. નાગ -"ફાયર અને ફર્ગેટ" માર્ગદર્શિત (guided) મીસાઈલ.

66. 
મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે.
2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે.
3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.

67. 
નીચેના પૈકી કયા ક્લાઉડ કોમ્પ્યુટિંગના સેવા મોડલ્સ છે?

1. સેવાગત માળખાકીય સુવિધાઓ
2. સેવા તરીકે પ્લેટફોર્મ
3. ડેક્સટોપ વિઝ્યુલાઈઝેશન
4. સેવા તરીકે ડેટા

68. 
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.

યાદી-I     યાદી-II
1. ફળ       a. અંડકોષ
2. બીજ    b. પર્ણ
3. લાકડું   c. સ્ટેમ (થડ)
4. સ્ટાર્ચ   d. અંડાશય

69. 
આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી.
2. બે જોડી લિંગ નિશ્ચયન કરે છે.
3. જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે.

70. 
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

71. 
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ
2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.
3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે.
4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.

72. 
વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ ________

73. 
રાત્રિના દ્રષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus)માં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે?

74. 
લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

75. 
પાણીની કાયમી કઠિનતા _________ ની પ્રક્રિયાને કારણે હોય છે.

76. 
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

77. 
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે?

78. 
નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે?

79. 
નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી?

80. 
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.

યાદી-I-(વિસ્તાર)
1. કાઠીયાવાડ કચ્છ
2. ચંબલની ખીણ અને કોટા
3. દંડકારણ્ય
4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર
યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો)
a. લોહની કાચી ધાતુ
b. ચૂનાના પથ્થર, બોકસાઈટ
c. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ
d. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર

81. 
મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે?

82. 
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી?

83. 
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.
2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.
3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.
4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.

84. 
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.
2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.
3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.

85. 
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી?

1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.
2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.
3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ
4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La)

86. 
ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.
2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે.
3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે.
4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે.

87. 
દક્ષિણ પશ્ચિમી પવનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે - અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા
2. બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાનો તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે.
3. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે.

88. 
ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે?

89. 
નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી?

90. 
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

1. શેવરોય(Shevaroy) ટેકરીઓ - પૂર્વ ઘાટ
2. કાર્ડોમન (Cardamon) ટેકરીઓ - પશ્ચિમ ઘાટ
3. અન્નેમલાઈ (Anaimalai) ટેકરીઓ - ગર્હજટ(Garhjat) પર્વતમાળા

91. 
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.
3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

92. 
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

93. 
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

94. 
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

નદી - ઉદ્ભવસ્થાન - માં મળવું
1. શેત્રુંજી નદી - ગીર જંગલ - ખંભાતનો અખાત
2. મહી નદી - વિંધ્યાચલ ટેકરીઓ - ખંભાતનો અખાત
3. રૂપેણ નદી - અરવલ્લી ટેકરીઓ - અરબી સમુદ્ર
4. બનાસ નદી - અરવલ્લી ટેકરીઓ - કચ્છનું નાનું રણ

95. 
ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે ભારત 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવ્યું.
2. ગુજરાતના મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીમાંનો એક વિસ્તાર છે.
3. ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે.

96. 
અરવલ્લી પર્વતો વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

97. 
અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારિયતા ધરાવે છે કારણ કે _______

1. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત: પ્રવેશ
2. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન
3. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત:પ્રવેશ

98. 
ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે _______

1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.
2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે.
3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.

99. 
પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ________ છે.

100. 
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે.
ii. લાઈફ કવર રૂ‌. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે.
iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.