ટેસ્ટ : સામાન્ય માનસિક ક્ષમતા ટેસ્ટ – 02
1.
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે?
2.
M અને R અનુક્રમે રૂ. 12,000 અને રૂ. 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે છે. Q કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. જે સમય માટે તેઓ મૂડીરોકાણ કરે છે તે અનુક્રમે 5 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ છે. કુલ નફો રૂ.28,382 થાય છે જેમાંથી R નો ભાગ રૂ. 11,106 છે. તો Q એ વ્યવસાયમાં કેટલી મૂડીનું રોકાણ કર્યું હશે?
3.
X એક કામ 24 દિવસમાં અને Y તે જ કામ 36 દિવસમાં કરે છે. જો X ત્રણ દિવસ કામ કરે અને રૂ. 3,600 મેળવે, તથા બાકીનું કામ Y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો, Y એ કેટલા રૂપિયા મેળવ્યા હશે?
4.
એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે?
5.
7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થશે?
6.
એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે?
7.
જો એક વ્યક્તિ 8 કિમી / કલાકની ઝડપે 24 કિમી ચાલે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તે એટલું જ અંતર 12 કિમી / કલાકની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે?
8.
14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. તો બે ચોક્કસ વ્યક્તિઓ જોડે જ બેસે તેની સંભાવના કેટલી?
9.
એક ટ્રેન 400 મીટર લાંબુ બોગદું પસાર કરવા માટે અડધી મીનીટનો સમય લે છે.જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે?
10.
800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણવર્ગ પૂર્ણાંકો છે?
11.
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
આપેલ ભાષામાં 'are' નો સંકેત કયો છે ?
12.
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'humans teach' માટેનો સંકેત કયો હશે ?
13.
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'speak to me' માટેનો સંકેત કયો હશે ?
14.
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'nicely' માટેનો સંકેત કયો છે ?
15.
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે?
16.
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
17.
નીચે પૈકી કયો વિકલ્પ બાકીના ત્રણ સાથે બંધબેસતો નથી?
18.
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
EJO, TYD, INS, XCH, ?
19.
Mના પિતા એ Nના જમાઈ છે. Mની બહેન Qએ Pની પુત્રી છે. P નો N સાથે કયો સંબંધ છે?
20.
જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે?
21.
P એ Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે અને Qએ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે, તો P, Q અને R એકસાથે મળી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે?
22.
16641નું વર્ગમૂળ કેટલું થશે?
23.
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે?
24.
45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે?
25.
6 પુરુષો અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય તેની સંભાવના કેટલી?