ટેસ્ટ : બંધારણ & રાજ્યવ્યવસ્થા ટેસ્ટ – 03

1. 
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ.
2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે.
3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.
2. 
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી.
2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે.
3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી.
4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.
3. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.
4. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 42મા અને 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી દીધી છે.
2. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો (office) પૂર્ણ થતો નથી.
3. અનુચ્છેદ 74 વૈકલ્પીક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સહાય અને સલાહ વગર કારોબારી સત્તાઓ વાપરી શકે છે.
5. 
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય.
2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.
3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
6. 
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે.
2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
7. 
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે.
2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે.
3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.
8. 
સંસદમાં અંદાજપત્રના પસાર થવાના છ તબક્કાઓનો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે?
9. 
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.
10. 
લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાયાં છે?
1. લોક્સભાના વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે.
2. લોક્સભાના અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટીસ આપવી પણ ફરજીયાત છે.
3. અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.
11. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય
2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય
3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય.
4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય
12. 
મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
13. 
ટ્રીબ્યુનલો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે?
1. ટ્રીબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફક્ત સંસદ જ અધિકૃત છે.
2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવા લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રીબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે.
3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રીબ્યુનલની સ્થાપના કરી શકાશે.
14. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે.
2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે.
3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.
15. 
રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન જાહેર કરવાના નીચેના પૈકી કયા પરિણામો હોવા જરૂરી નથી?
1. રાજ્યવિધાનસભાનું વિસર્જન થવું.
2. રાજ્યમાં મંત્રીમંડળનું દૂર થવું.
3. સ્થાનિક સંસ્થાઓનું વિસર્જન થવું.
16. 
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
17. 
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે.
2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે.
3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.
18. 
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે.
2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે.
3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.
19. 
રાજ્ય માહિતી આયોગ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. આયોગ રાજય મુખ્ય માહિતી આયુક્ત અને 15 કરતાં વધારે નહીં એટલા માહિતી આયુક્તોનું બનેલું છે.
2. તેઓની નિમણૂંક રાજ્યપાલ દ્વારા પસંદગી સમિતિની ભલામણો ઉપર થાય છે.
3. પસંદગી સમિતિ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ તરીકે અને વિરોધ પક્ષના નેતા અને ફક્ત રાજ્યના ગૃહમંત્રીનો સમાવેશ કરે છે.
20. 
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 2002માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.
21. 
ભારતના ચૂંટણી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. બંધારણે ચૂંટણી આયોગના સભ્યોની મુદતની સ્પષ્ટતા કરેલી છે.
2. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વરા કોઈપણ વધુ રોજગારી નિમણૂક અપવા સામે પ્રતિબંધ કર્યો છે.
3. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત ફક્ત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
22. 
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.
23. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ.
2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં.
3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે,
4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.
24. 
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે.
2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે.
4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.
25. 
નીચેના પૈકી કઈ વડી અદાલતોની હકૂમત છે?
1. મૂળ હકૂમત
2. અપીલીય હકૂમત
3. રેકર્ડ ન્યાયાલય
4. ન્યાયિક સમીક્ષાની સત્તા