ટેસ્ટ : સામાન્ય માનસિક ક્ષમતા ટેસ્ટ – 03
1.
(4⁰ + 4-1) × 2² ની કિંમત કેટલી થશે ?
2.
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?
3.
અજીત રૂ. 80 પ્રતિ રીમ ના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ તે રૂ. 280 ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે અને રૂ. 72 કુલીને ચૂકવે છે. હવે જો તે 8% નફો મેળવવા માગતો હોય તો તેણે કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ ?
4.
એક સમદ્વિબાજુ ત્રિકોણની એકબાજુનું માપ 5 સે.મી. હોય અને તેના પાયાનું માપ 8 સે.મી. છે. જ્યારે એક વર્તુળની ત્રિજ્યા √7 સે.મી. છે. તો આ વર્તુળ અને સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ? (π = 22/7)
5.
નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે ?
Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial
6.
એક ગોળાનું ઘનફળ 904.32 ઘન સે.મી. હોય તો તેનો વ્યાસ કેટલો હશે ? (π = 3.14 લો)
7.
એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે ? (π = 22/7)
8.
એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે ?
9.
P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ?
10.
હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ?
11.
K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે ?
12.
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?
13.
નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે ?
14.
નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે ?
23, 76, 3, 76, 87, 45, 121, 8, 54, 99, 11, 39, 65, 77, 1, 160
15.
28 માર્ચ, 1656 ના દિવસે કયો વાર હશે ?
16.
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ?
17.
એક વર્ગખંડમાં કુલ 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ 54 છે. પરંતુ એક વિદ્યાર્થીના ગુણ ભૂલથી 78 ને બદલે 87 લખાયા હતા. આથી ભૂલ સુધાર્યા બાદ સાચી સરેરાશ કેટલી થશે ?
18.
17 ફૂલદાની રૂ. 720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે ?
19.
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ?
20.
V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ?
21.
એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે ?
22.
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?
23.
ચાર અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ?
24.
રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?
25.
A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ?